જામનગરમાં એક વાહન ચાલકે સેલ પેટ્રોલ પંપમાં ઓછું પેટ્રોલ આપવામાં આવતું હોવાની શંકા વ્યક્ત કરી પુરવઠા વિભાગને ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે પુરવઠા વિભાગે તોલમાપ વિભાગના અધિકારીઓને સાથે રાખી ખોડીયાર કોલોની સ્થિત પેટ્રોલ પંપમાં ચકાસણી હાથ ધરી હતી.
ચકાસણી દરમિયાન પેટ્રોલ પંપની તમામ મશીનો અને માપદંડોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ક્યાંય પણ ઓછું પેટ્રોલ આપવામાં આવતું હોવાની કે કોઈ પ્રકારની ગેરરીતિ થતી હોવાની બાબત સામે આવી નહોતી. પુરવઠા અને તોલમાપ વિભાગની સંયુક્ત તપાસમાં પંપના માપદંડો નિયમ અનુસાર સાચા હોવાનું સ્પષ્ટ થયું હતું.
View this post on Instagram
આ તપાસ બાદ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે પેટ્રોલ પંપમાં ગ્રાહકોને નિર્ધારિત પ્રમાણ મુજબ જ ઇંધણ પુરવઠો કરવામાં આવે છે અને ફરિયાદ આધારીત શંકા નિરાધાર સાબિત થઈ છે.


