દેવભુમી દ્વારકા જિલ્લાના રાંગાસર ગામે દિપડો હોવાની આશંકાએ ખેડૂતો અને માલધારી પરિવારોમાં ચિંતાનો માહોલ છવાયો છે. મળતી માહિતી અનુસાર ગત રાત્રીના લીંગારેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં એક વાછરડીનું મારણ થયું હોવાનું ત્યાના પુજારી જણાવી રહ્યા છે. આ ઉપરાંત બે દિવસ પૂર્વે પણ એક ખેડૂતે દિપડો જોયો હોવાનું જણાવતા આ વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. વિસ્તારમાં દિપડો દેખાયો હોવાની આશંકાને આધારે આ વિસ્તારના ખેડૂતો અને માલધારી પરિવારોમાં ચિંતાનું મોહોલ છવાયું છે. તેમજ આ અંગે જંગલ ખાતાને પણ જાણ કરવામાં આવી છે.