Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરઆંગણવાડીઓમાં બાટલાચોર સસ્પેન્ડ શિક્ષક ઝડપાયો - CCTV

આંગણવાડીઓમાં બાટલાચોર સસ્પેન્ડ શિક્ષક ઝડપાયો – CCTV

જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાના જુદા જુદા ગામોમાં આવેલી આંગણવાડીઓમાંથી રેકી કરીને દરવાજાના તાળા તોડી ડીસમીસ, લોખંડના સળિયાથી નકૂચા તોડી ગેસના બાટલાઓની ચોરીને અંજામ આપતા સસ્પેન્ડ થયેલા પ્રાથમિક શાળાના આચાર્ય/શિક્ષકને એલસીબીની ટીમએ 18 ચોરાઉ બાટલા સહિતના મુદામાલ સાથે દબોચી લીધો હતો.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર અને દ્વારકા જિલ્લામાં આવેલી આંગણવાડીઓમાં થતી ગેસના બાટલાઓની ચોરીમાં પ્રાથમિક શાળાના સસ્પેન્ડ આચાર્ય/શિક્ષકની સંડોવણી હોવાની એલસીબીના અરજણ કોડિયાતર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, મયુદીન સૈયદને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે દરેડ ગામમાં સીએનજી પેટ્રોલ પંપ નજીક અવાવરું ઓરડીમાં રેઇડ કરી હતી.

- Advertisement -

રેઇડ દરમ્યાન એલસીબીની ટીમએ કાંતિલાલ ડાયાલાલ નકુમ (ઉ.વ.45) (રહે. જામખંભાળિયા) નામના સસ્પેન્ડ થયેલા પ્રાથમિક શાળાના આચાર્ય/શિક્ષકને ઝડપી લઇ તેની પાસેથી રૂા. 30 હજારની કિંમતના 18 ગેસના બાટલાઓ તથા આ. 35 હજારની કિંમતનું બાઇક અને 5 હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા ડીસમીસ અને લોખંડનો સળિયો મળી કુલ રૂા. 70,050ના મુદામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ સસ્પેન્ડ શિક્ષક જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં આવેલી જુદી જુદી આંગણવાડીઓની રેકી કરી દરવાજાના નકૂચા ડીસમીસ અને લોખંડના સળિયા વડે તોડી બાટલાઓની ચોરીને અંજામ આપતો હોવાની કેફિયત આપી હતી. ઉપરાંત સસ્પેન્ડ શિક્ષકે ત્રણેય જિલ્લાઓમાં 26 આંગણવાડીઓમાંથી 18 બાટલાઓની ચોરી આચરી હોવાની કેફિયત આપી હતી.

એલસીબીની પૂછપરછમાં જામનગર તાલુકાના લાખાબાવળ, સિકકકા, જામનગર તાલુકાના રાવલસર તથા સરમત, લાલપુર તાલુકાના દલતુંગી, જશાપર, નવી પીપર, મેઘપરમાં પડાણા, મોટા લખિયા, ડેરાશિકારી, મીઠોઇ, ખટિયા અને ભાણવડના ખોટડી/ઘોરિયા, ખંભાળિયાના શેઢા ભારથર, દ્વારકા તાલુકાના ચરકલા, કુરંગા, દ્વારકા, કલ્યાણપુરના ચપર ગામ, આશિયાવદર, ગુરગઢ, હર્ષદ ગાંધવી, વાડીનાર અને પોરબંદર જિલ્લાના ભોમિયાવદર, ખાંભોદર, અડવાણા, સોઢાણા અને બગવદર ગામની આંગણવાડીઓમાંથી ગેસના બાટલાની ચોરી આચરી હોવાની કેફિયત આપી હતી. આ સસ્પેન્ડ શિક્ષક ઓનલાઇન જુગારમાં પૈસા હારી જતાં ચોરીને અંજામ આપતો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular