Monday, December 23, 2024
Homeમનોરંજનસુશાંતસિંહ રાજપૂતનું ફેસબુક પ્રોફાઈલ બદલાયું, ફેન્સ ભાવુક થયા

સુશાંતસિંહ રાજપૂતનું ફેસબુક પ્રોફાઈલ બદલાયું, ફેન્સ ભાવુક થયા

- Advertisement -

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગયા વર્ષે દુનિયાને અલવિદા કહી દીધું. સુશાંતના ચાહકો હજુ સુધી તેને ભૂલી શક્યા નથી. તાજેતરમાં જ કંઈક એવું થયું કે જેણે ચાહકોને ચોંકાવી દીધા. સુશાંત સિંહના ફેસબુક પેજ પર તેમનો પ્રોફાઇલ ફોટો બદલાયો છે. અચાનક પ્રોફાઈલ બદલાયેલું જોઈને તેના ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે કે થોડી ક્ષણ તો એવું લાગ્યું કે સુશાંત પાછો આવી ગયો.

- Advertisement -

સુશાંત સિંહ રાજપૂતની ટીમે તેની ફેસબુક પ્રોફાઇલ અપડેટ કરી હતી. આ જોઈને ચાહકો ચોંકી ગયા. સુશાંતનો ફોટો જોઈને તેના ચાહકો ભાવુક થઈ ગયા અને કમેન્ટ કરવાનું શરૂ કર્યું.

એક ચાહકે લખ્યું – એક સેકન્ડ માટે મેને લાગ્યું તમે પાછા આવી ગયા છો. બીજી બાજુ, અન્ય એક યુઝરે લખ્યું – હું ઈચ્છું છું કે તમે જીવંત હોત અનેતમારું પ્રોફાઈલ તમે જાતે બદલ્યું હોત. ચાહકો આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે અને લખી રહ્યા છે કે અમે તમને ખૂબ જ યાદ કરીએ છીએ, સુષ. અંતે ઉલ્લેખનીય છે કે સુશાંતસિંહ રાજપુતનું નિધન 14જુન 2020ના રોજ થયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular