શ્રીલંકા વિરુદ્ધ ટી-20 સિરીઝ શરૂ થતાં પહેલાં જ ટીમ ઈન્ડિયાને એક મોટો ફટકો પડ્યો છે. વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ બોલિંગ કરતા સમયે ઈજાગ્રસ્ત થયેલ દીપક ચાહર શ્રીલંકા સિરીઝની બહાર થયો છે. એટલું જ નહીં, મિડલ ઓર્ડરમાં આક્રમક બેટિંગ કરનાર સૂર્યકુમાર યાદવ પણ હાથમાં હેરલાઈન ફ્રેક્ચર હોવાને કારણે શ્રીલંકા સામેની શ્રેણીમાં રમતો જોવા નહીં મળે. આવતીકાલે એટલે કે 24 ફેબ્રુઆરીથી શ્રીલંકા વિરુદ્ધ પહેલી ટી-20 લખનઉમાં રમાવાની છે. વેસ્ટ ઈન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં શાનદાર બેટિંગ કરતાં તેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. એક ક્રિકેટ એજન્સીના અહેવાલ મુજબ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ત્રીજી ટી-20માં તે ઈજાગ્રસ્ત થયો હતો. તેની ઈજા કેટલી ગંભીર છે અને કમબેક કરતા કેટલો સમય લાગશે એની હાલ જાણકારી નથી. દીપક ચાહર IPL સુઝી ફિટ થઈ જશે એવા અહેવાલો છે. શ્રીલંકા હાલ ભારતના પ્રવાસે છે અને અહીં 3 T-20 અને 2 ટેસ્ટ મેચની સિરીઝ રમશે.