Sunday, December 29, 2024
Homeરાજ્યગુજરાતIBનો તથા ભાજપાનો સર્વે કહે છે: ગાંધીનગર કોર્પો.માં ભાજપા જિતશે

IBનો તથા ભાજપાનો સર્વે કહે છે: ગાંધીનગર કોર્પો.માં ભાજપા જિતશે

44 માંથી 25-28 બેઠકો મળશે: આપ ને માત્ર 5 બેઠક મળશે

- Advertisement -

- Advertisement -

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે રવિવારે મતદાન થશે, મનપામાં સત્તા મેળવવા માટે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. ત્યારે ગાંધીનગર કોર્પોરેશનની રચના બાદ આ વખતે પ્રથમવાર ભાજપ બહુમતી સાથે સત્તા મેળવશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સ્ટેટ આઈબીનો રિપોર્ટ અને ભાજપ દ્વારા કરાવાયેલા ખાનગી સરવેમાં જીત દેખાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મનપાની 44 બેઠકોમાંથી ભાજપને 28 જેટલી બેઠકો મળે તેવી શક્યતા આઈબીના રિપોર્ટમાં સામે આવી છે.

તો આઈબીના રિપોર્ટમાં કોંગ્રેસને 10 અને આપને 5 અને એક અપક્ષના જીતની શક્યતા વ્યક્ત કરાઈ છે. બીજી તરફ ભાજપ દ્વારા પણ એક ખાનગી સરવે કરાયો હતો, જેમાં 25થી 30 બેઠકો પર ભાજપ જીતતું હોવાનું સામે આવ્યું હતું. આઈબી અને ખાનગી સરવેના આધારે પ્રદેશ સંગઠન દ્વારા ચૂંટણીની જવાબદારી ધરાવતા નેતાઓને 35 બેઠકોનો ટાર્ગેટ આપી દેવાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સાંસદ અમિત શાહના મત વિસ્તારમાં આવતા ગાંધીનગરમાં જીત ગુજરાત ભાજપ સંગઠન માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. જેને પગલે ભાજપ દ્વારા ચૂંટણી કામગીરી અને જવાબદારીઓને લઈને પિરામીડ સ્ટ્રક્ચર ઉભુ કર્યું છે.

- Advertisement -

ચૂંટણીમાં પ્રથમવાર ભાજપની જીતની શક્યતા છે ત્યારે આ જીત પાછળ વોર્ડ સિમાંકન અને નવા વિસ્તારો પર ભાજપનો દારોમદાર વધુ છે. પ્રથમ ચૂંટણીમાં જ આપ ખાલુ ખોલાવે તેવી શક્યતાને જોતા ત્રીજો વિકલ્પ ઉભો થાય તો નવાય નહીં.

ભાજપના નારાજ નેતાઓ ચૂંટણીમાં અસર કરશે તેવી શક્યતા આઈબીના રિપોર્ટમાં વ્યક્ત કરાઈ હતી. જેને પગલે સંગઠન દ્વારા આવા નારાજ નેતાઓને પણ વ્યક્તિગત રીતે સૂચનાઓ આપીને પ્રચારના કામે લગાડી દેવાયા છે. તેથી હવે આગળ શું થાય છે તે જોવાનું રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular