જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશ ભીંડી દ્વારા ધ્રોલ હોમગાર્ડઝની પરેડનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ તકે જે.કે.પરમાર, રાજુ પાણખાણિયા અને મનિષ મર્થક વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. પરેડનું ચેકિંગ કરી હોમગાર્ડઝ જવાનોને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. તેમજ જિલ્લા કમાન્ડન્ટે જવાનોને તાલીમ આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત ધ્રોલ યુનિટના અધિકારી જે.કે. પરમાર દ્વારા જવાનોની કામગીરીને બિરદાવી હતી.