Tuesday, December 3, 2024
Homeરાજ્યજામનગરજામનગરની જેલમાં અમદાવાદની ટુકડી દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ

જામનગરની જેલમાં અમદાવાદની ટુકડી દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ

વધુ ત્રણ મોબાઇલ મળી આવ્યા : ગત સપ્તાહે ચાર મોબાઇલ ઝડપાયા: સપ્તાહમાં સાત મોબાઇલ જેલમાંથી કબ્જે

- Advertisement -

જામનગરની જિલ્લા જેલમાંથી અવાર-નવાર સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવે છે. પરંતુ આવી ઘટનાઓમાં આશ્ર્ચર્યજનક બાબત એ છે કે કોઇ જેલના કર્મચારી સંડોવણી બહાર આવી નથી. શુક્રવારે જેલમાં અમદાવાદની ટુકડી દ્વારા હાથ ધરાયેલ ચેકીંગમાં યાર્ડ નં.5 માંથી વધુ ત્રણ નંગ મોબાઇલ મળી આવ્યા હતાં. સપ્તાહમાં બીજી વખત જેલમાંથી મોબાઇલ મળી આવવાની ઘટના સંદર્ભે તંત્રએ ગંભીરતાથી પગલાં લેવા જરૂરી બની ગયા છે.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગરની જિલ્લા જેલ ઘણાં સમયથી ચર્ચાના કેન્દ્રમાં રહે છે. આનુ મુખ્ય કારણ એ છે કે, જેલમાંથી ગમે તે સમયે સપરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવે ત્યારે પ્રતિબંધિત મોબાઇલ સહિતની ચીજવસ્તુઓ પકડાય છે અને આવા બનાવમાં ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આજ સુધી આવી કાર્યવાહીમાં કયારેય જિલ્લા જેલના એક પણ કર્મચારીની સંડોવણી બહાર આવી નથી. એક સપ્તાહ પૂર્વે પણ જિલ્લા જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન પ્રતિબંધિત એવા ચાર ચાર મોબાઇલ ફોન મળી આવ્યાની ઘટનામાં હજુ કોઇ તપાસમાં વધુ નામોની સંડોવણી બહાર આવી નથી. દરમિયાન અમદાવાદના અધિક પોલીસ મહાનિર્દેશક અને જેલ સુધારાત્મક વહીવટી વિભાગની ઝડતી સ્કવોર્ડ દ્વારા જામનગરની જેલમાં શુક્રવારે સાંજના સમયે આકસ્મિક ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવતા જેમાં યાર્ડ નં.5 માંથી રૂા.300 ની કિંમતના 3 નંગ મોબાઇલ મળી આવ્યા હતાં.

અમદાવાદની ટુકડી દ્વારા હાથ ધરાયેલા ચેકીંગમાંથી મળી આવેલા મોબાઇલમાં IMEI નં.358040740961879 તથા સેમસંગ કંપનીના IMEI નં.351440/45/002221/2 તથા 359937/17/002221/4 નંબરના મોબાઇલ કબ્જે કર્યા હતાં. જેમાં નોકીયા કંપનીનો કાળા કલરનો મોબાઇલમાં ઈંખઊઈં નંબર ઘસાઈ ગયો હતો. અમદાવાદની ટીમના દેવશીભાઈ રણમલભાઇ કરંગીયા નામના જેલરે આ બનાવ અંગે સીટી એ ડીવીઝનમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ આઈ. આઈ. નોયડા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી. તેમજ હાલમાં જ જામનગરની જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન ચાર-ચાર મોબાઇલ મળી આવ્યા હતાં અને સપ્તાહ દરમિયાન બીજી વખત પણ ચેકીંગમાં ત્રણ મોબાઇલ મળી આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular