Tuesday, January 28, 2025
Homeરાજ્યજામનગરસુરેન્દ્રનગર ખાણ-ખનિજ ખાતાના કલાર્ક રૂા.10,000 ની લાંચ લેતા ઝડપાયો

સુરેન્દ્રનગર ખાણ-ખનિજ ખાતાના કલાર્ક રૂા.10,000 ની લાંચ લેતા ઝડપાયો

જામનગર એસીબીની ટીમે રંગે હાથ લાંચ લેતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી

- Advertisement -

જામનગર એસીબીની ટીમે સુરેન્દ્રનગર ખાણ-ખનિજ ખાતાના કલાર્કને રૂા.10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લઇ તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, આ કેસના ફરિયાદીએ સિલીકા રેતીની લીઝની માંગણી કરી હતી. જે લાંબાગાળાથી પેન્ડીંગ હોય જેના માટે જરૂરી માહિતી મેળવવા માટે ફરિયાદીએ આરટીઆઈ અંતર્ગત માહિતી માંગી હતી. જે માહિતી કચેરી તરફથી અધુરી મળી હતી. આથી બાકી રહેતી માહિતી પૂરી કરી આપવા સુરેન્દ્રનગરમાં ખાણ-ખનિજ કચેરીમાં જૂનીયાર કલાર્ક તરીકે ફરજ બજાવતા આરોપી અમૃત ઉર્ફે આનંદ કેહરભાઈ દ્વારા ફરિયાદી પાસે રૂા.10,000 ની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોય તેમણે જામનગર એસીબીનો સંપર્ક કરતા રાજકોટ એસીબીના ઈન્ચાર્જ મદદનિશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવીઝન હેઠળ જામનગર એસીબી પીઆઈ આર.એન. વિાી ે ટીમ દ્વારા છટકુ ગોઠવી સુરેન્દ્રનગર ખાણખનિજ કચેરીના ગેઈટ પાસે બહુમાળી ભવન પાસેથી આરોપી અમૃત ઉર્ફે આનંદ કેહરભાઈને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.10,000ની લાંચ રંગે હાથ ઝડપી લીધો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular