સ્માર્ટ સિટી સુરત મહાપાલિકા દ્વારા તૈયાર કરાયેલી અને અમલીકૃત પાર્કિંગ પોલિસીનો રાજ્યભરમાં અમલ થવા જઇ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત દ્વારા તૈયાર થયેલી પોલિસીનો સમગ્ર ગુજરાતમાં અમલ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ પોલિસી અનુસાર શહેરોમાં આધુનિક પાર્કિંગ સ્થાનો ઉભા કરવા ઉપરાંત વાહન માલિકો પાસેથી પાર્કિંગ ચાર્જ વસુલવાની જોગવાઇ છે. જેમાં જાહેર માર્ગો પર પાર્ક કરવામાં આવતાં વાહનો સાથે શેરી, ગલીઓમાં ઘર બહાર પાર્ક કરાતાં વાહનોનો પણ પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવશે. સુરત પાલિકા દ્વારા સાકાર થયેલા આવાસને લગતા પ્રોજેક્ટ, સ્લમ રિ-હૈબિલિટેશન, વોટર રિ-સાઇકલિંગ પ્રોજેક્ટની સરાહના કરી હતી. મુખ્યમંત્રી સમક્ષ થયેલા પ્રેઝન્ટેશનમાં નલ સે જલ, માટ સિટી હોસ્પિટલોને બીયુસી સહિતના પ્રોજેક્ટોનું મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન કરાયું હતું. સુરત મહાપાલિકા વિકાસની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. શહેરમાં એકસાથે અનેકવિધ પ્રોજેક્ટો સાકાર થઇ રહ્યાં છે. તો, સ્માર્ટ સિટીની કામગીરીમાં સુરત મહાપાલિકા દેશભરમાં અગ્રેસર રહી છે. પ્રજાલક્ષી અમ તમામ પ્રોજેક્ટોને આવરી લઇ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ એક પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. જે અંગે મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, સુરત મહાપાલિકા દ્વારા અમલમાં મુકાયેલી પાર્કિંગ પોલિસીનો રાજ્યભરમાં અમલ કરવામાં આવશે. શહેરમાં વ્હીકલ પાર્કિંગની વધતી જતી સમસ્યાનું આયોજનપૂર્વક સમાધાન કરવા પાલિકા દ્વારા પાર્કિંગ પોલિસી બનાવવામાં આવી છે. આ પોલિસીનો હવે ટૂંક સમયમાં રાજ્યભરમાં અમલ શરૂ થશે. બીજુ કે, પાલિકા વોટર વેસ્ટને પણ રિ-સાઇકલ કરી રહી છે. આ પ્રોજેક્ટથી પણ રાજ્યના મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા. પ્રેઝન્ટેશનમાં આવાસ યોજના, નલ સે જલ યોજના, સ્લમ રિ- હેલિલિટેશન પ્રોજેક્ટ સહિતની કામગીરીનો ચિંતાર રજૂ કરાયો હતો. હવે પછી આવાસ યોજનામાં ઔષધિ કેન્દ્ર શરૂ થશે
પાલિકાના પ્રેઝન્ટેશન દરમિયાન આવાસ યોજનાની કામગીરી મુખ્યમંત્રી રૂપાણીએ વખાણી હતી. સાથોસાથ હવે પછી મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા પ્રકલ્પોમાં અન્ય દુકાનો ઉપરાંત ઔપધી કેન્દ્રો પણ શરૂ કરવા મુખ્યમંત્રીએ નિર્દેશ કર્યા હતો. મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશને પગલે તંત્ર દ્વારા ધ્વાખાના પણ શરૂ કરવા મન બનાવાયું છે. ઔષધિ કેન્દ્રી સાંજે પાંચથી રાતે નવ કલાક દરમિયાન ખુલશે. જેથી શ્રમિકો અને આર્થિક રીતે ગરીબ વર્ગના લોકો સાંજે કામકાજ પૂર્ણ કરી ઔષધિ કેન્દ્ર પર જઇ દવા ખરીદી શકે.