સુરતના મહિલાએ તેણીના પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવા માટે સુરત શહેરના મહિલા પોલિસ સ્ટેશનના અરજી કરી હતી અને આ અરજીની તપાસ દરમ્યાન ગુનો નોંધાવા માટે મહિલા પીએસઆઇ વતી એડવોકેટને એસીબીએ રૂા.10,000ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લઇ બંન્ને વિરૂધ્ધ ગુનો નોંધા કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ સુરતમાં રહેતી મહિલાએ તેણીના પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવા માટે મહિલા પોલિસ સ્ટેશનમાં અરજી આપી હતી અને આ અરજીની તપાસ દરમ્યાન મહિલા પોલિસ સ્ટેશન પીએસઆઇ કમલાબેન રણજીતભાઇ ગામીત વતી એડવોકેટ પંકજ રમેશ માકોડે રૂા.10,000ની લાંચની માંગણી કરી હતી અને રકમ આપશો તો જ, ફરિયાદ નોંધાશે દરમ્યાન મહિલાએ આ અંગે લાંચ રૂસવત વિરોધી શાખા સુરતનો સંપર્ક કર્યો હતો જેથી મદદનીશ નિયામક એન.પી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઇ ડી.એમ.વસાવા તથા સ્ટાફે સુરત મહિલા પોલિસ સ્ટેશન બહાર છટકું ગોઠવીને મહિલા પીએસઆઇ વતી લાંચ લેતાં એડવોકેટ પંકજ રમેશની ધરપકડ કરી પીએસઆઇ સહિત બે વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.