દેશમાં વધુ પડતી વસતીની સમસ્યાનો અસરકારક રીતે ઉકેલ લાવવા માટે વસતી નિયંત્રણ કાયદા અને દિશા-નિર્દેશ બનાવવા માટે સરકારને નિર્દેશ આપવા માટે એક અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્રને નોટિસ પાઠવી હતી. ન્યાયાધીશો કેએમ જોસેફ અને ઋષિકેશ રાયની બેન્ચે દેશમાં વસતી નિયંત્રણ કાયદો બનાવવા અંગે જવાબ આપવા જણાવ્યું છે. આ સાથે બેન્ચે આ અરજીને આ પ્રકારની પેન્ડિંગ અરજીઓ સાથે જોડી દીધી હતી. અરજીમાં અખિલ ભારતીય સંત સમિતિના મહાસચિવ દંડી સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતી તરફથી કહેવાયું છે કે દર વર્ષે દેશની વસતીમાં સતત વધારો થઈ રહ્યો છે.