Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતતા.18 જુલાઇથી રાજયમાં ધો.10-12ની પૂરક પરીક્ષા

તા.18 જુલાઇથી રાજયમાં ધો.10-12ની પૂરક પરીક્ષા

- Advertisement -

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં લેવાયેલ ધો. 10 અને 1રની પરીક્ષામાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા આગામી તા. 18 જુલાઇથી પાંચ દિવસ લેવામાં આવનાર છે. આ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલ છે. રાજકોટ સહિત રાજયના 1.70 લાખ વિદ્યાર્થીઓને આ પૂરક પરીક્ષા આપવાની તક સાંપડી છે.

- Advertisement -

શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષાના જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ તા. 18 જુલાઇથી ધો. 10 અને 1ર સાયન્સની પરીક્ષાનો પ્રારંભ થશે. જયારે ધો.12 સામાન્ય પ્રવાહમાં એક જ વિષય હોવાથી સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા તા.21 જુલાઇથી એક જ દિવસ આયોજિત કરવામાં આવી છે.

શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પૂરક પરીક્ષાના કાર્યક્રમ મુજબ ધો.10ની પૂરક પરીક્ષામાં તા.18 જુલાઇના સવારના 10 થી 1.15 કલાક દરમિયાન બેઝીક ગણિત અને બપોરના 3 થી 6.15 કલાક દરમ્યાન ગુજરાતી પ્રથમ ભાષા તા. 18 જુલાઇના સવારના 10 થી 1.15 સ્ટાન્ડર્ડ ગણિત અને બપોરના 3 થી 6.15 કલાક દરમ્યાન ગુજરાતી (એસએલ) તા.20 જુલાઇના સવારના 10 થી 1.15 સામાજિક વિજ્ઞાન અને બપોરના 3 થી 6.15 અંગ્રેજી (એસએલ) તા.21 જુલાઇના સવારના 10 થી 1.1પ, વિજ્ઞાન અને બપોરના 3 થી 6.15 ધો.12 સાયન્સ પ્રવાહનું પ્રથમ સેશન તેમજ તા.22 જુલાઇના સવારના 10 થી 1.15 દ્વિતીય ભાષાનું પેપર લેવાશે.

- Advertisement -

જયારે ધો.12 સાયન્સ પરીક્ષામાં તા.18 જુલાઇની સવારના 10.30 થી 2 ગણિત અને બપોરના 3 થી 6.30 કલાક દરમ્યાન જીવવિજ્ઞાન, તા.19 જુલાઇના સવારના 10.30 થી 2 રાસાયણીક વિજ્ઞાન, બપોરના 3 થી 6.30 અંગ્રેજી (પ્રથમ અને દ્વિતિય ભાષા) જયારે તા.20 જુલાઇના સવારના 10.30 થી 2 ગુજરાતી-હિન્દી ભાષા અને બપોરના 3 થી 6.30 ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular