જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત કેનાલોની સફાઇ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના સ્ટે.કમિટિ ચેરમેન મનિષભાઇ કટારિયા દ્વારા મિગ કોલોની નજીક તળાવની કેનાલની સફાઇ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું અને પ્રિ-મોનસુન કામગીરી અંગે જરૂરી સુચના આપી હતી.