Sunday, December 22, 2024
HomeવિડિઓViral Videoસુપર સ્ટાર ચિરંજીવીના ભત્રીજાનો અકસ્માત, એક્ટર બાઈક પરથી પટકાયો જુઓ CCTV

સુપર સ્ટાર ચિરંજીવીના ભત્રીજાનો અકસ્માત, એક્ટર બાઈક પરથી પટકાયો જુઓ CCTV

ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો

- Advertisement -

સાઉથના સુપર સ્ટાર ચીરંજીવીના ભત્રીજા અને એકટર સાઈ ધરમ તેજને માર્ગ અકસ્માત નડ્યો છે. જેના CCTV સામે આવ્યા છે. એક્ટર સાઈ ધરમે બાઈક પર સંતુલન ગુમાવ્યું હતું અને રોડ પર પટકાયો હતો. જેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તેની હાલત સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે.

- Advertisement -

આ દુર્ઘટના હૈદરાબાદના સાઈબરાબાગના આઇકોનિક કેબલ બ્રિઝ પર ગઈકાલે રાત્રીના સમય દરમિયાન થઈ છે. જ્યુબિલી હિલ્સ અને IKEA સ્ટ્રેચરની વચ્ચે સાઈ ધરમે તેની બાઈક પરનું સંતુલન ગુમાવ્યું હતું અને રસ્તા પર પટકાયો હતો. જ્યારે તે માર્ગ પરથી પસાર થતા લોકોએ તેને જોયો તો લોકોએ પોલીસની મદદથી એક્ટરને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. અકસ્માતની આ ઘટના બ્રીજ પરના CCTVમાં કેદ થઇ છે. હાલ આ મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ચિરંજીવીએ આ અંગે જણાવ્યું હતું કે સાઈના ચાહકોએ તેની ચિંતા કરવાની જરૂર નથી તેને નાની મોટી ઈજાઓ થઇ છે અને ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સ્પોર્ટ્સ બાઇક માધાપુર વિસ્તારમાં કેબલ બ્રિજ પાસે પડી હતી. અભિનેતાએ હેલ્મેટ પહેર્યું હતું અને તેને ઈજા થઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular