જામનગર જિલ્લા પોલીસવડા દ્વારા આગામી વિધાનસભા ચુંટણી સંદર્ભે જિલ્લામાં ફરજ બજાવતાં 20 સબ ઇન્સ્પેકટરોની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યો છે.
આ અંગેની વિગત મુજબ 2022 વિધાનસભાની ચુંટણી સંદર્ભે જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા જિલ્લાના 20 પોલીસ સબ ઇન્સ્પેકટરોની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા હતાં. જેમાં સિટી-એમાં ફરજ બજાવતા એમ.વી.મોઢવાડીયાને ટ્રાફિક શાખામાં, આર.કે.ગુસાઇને એરપોર્ટ સિકયોરીટીમાં, એમ.જી.વસાવાને જામજોધપુરમાં, જે.પી.સોઢાને પંચ-એમાં, તથા સીટી-સી ડિવિઝનના આર.એલ.ઓડેદરાને પંચ-એમાં સેક્ધડ પીએસઆઇ તથા આર.ડી.ગોહિલને જોડિયામાં તેમજ પંચ-એના કે.વી.ઝાલા, પંચ-બીના જે.ડી.પરમાર, એરપોર્ટ સિકયોરીટીના ડી.એન.જોષી અને લિવ રિઝર્વના ડી.જે.વાધાણીની સીટી-એમાં મુકવામાં આવ્યા છે.
તેમજ લાલપુરના ડી.એસ.વાઢેર, જોડિયાના કે.આર.સિસોદિયાને સીટી-બીમાં તથા ધ્રોલના એમ.આર.સવસેટાને રિડર પીએસઆઇ તથા એમઓબીના વી.કે.કણજારીયાને આઇ.યુ.સી.એ.ડબ્લ્યુમાં અને વી.કે.રાતિયાને ગ્રામ્ય રિડર પીએસઆઇ તરીકે તથા સાયબર ક્રાઇમના એમ.આર.રાવલના એસ.સી.એસ.ટી. સેલના ડિવાયએસપી રિડર પીએસઆઇ તરીકે તેમજ રિડર પીએસઆઇ એલ.જે.મિયાત્રાને એલઆઇબીમાં, બેડી મરીનના આર.એ.વાઢેરને પંચબીમાં, સીટી-સીના આર.ડી.ગોહિલને જોડિયા, સીટી-બીના એમ.એન.જાડેજાને લાલપુર તથા સીટી-બીના એમ.એલ.ઓડેદરાને બેડી મરીનના પીએસઆઇ તરીકે બદલી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત એલ.જે.મિયાત્રાને એલઆઇબીની સાથે એમઓબીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.