ગ્લોબલ વોર્મિંગની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે ત્યારે આવનારા સમયમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે. આપણી વાતાવરણ આબોહવાની રેગ્યુલર સાયકલમાં ફેરફારો થઈ રહ્યા છે. છેલ્લાં 30 વર્ષમાં ભારતના મોટાભાગના ભાગોમાં સુર્યપ્રકાશના કલાકો ઘટી રહ્યા છે. BHU-IITM-IMD ના અભ્યાસમાં પશ્ચિમ કિનારા પર વાર્ષિક 8.6 કલાક અને ઉત્તરીય મેદાનોમાં 13.1 કલાકનો ઘટાડો જોવા મળ્યો છે.
બનારસ હિન્દુ યુનિવર્સિટી, પુણેમા ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર અને ભારતીય હવામાન વિભાગ જેવી સંસ્થાઓના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ભારતના મોટાભાગના ભાગોમાં છેલ્લાં 30 વર્ષોમાં સુર્યપ્રકાશના કલાકો ઝડપથી ઘટી રહ્યા છે. આનુ કારણ ગાઢ વાદળો અને વધતા એરોસોલ પ્રદૂષણ છે.
વૈજ્ઞાનિકોએ 1988 થી 2018 દરમિયાન નવ પ્રદેશોના 20 હવામાન મથકોમાંથી સનસાઈન – અવર ડેટાની તપાસ કરી, તે દર્શાવે છે કે, તમામ પ્રદેશોમાં વાર્ષિક સુર્યપ્રકાશના કલાકોમાં ઘટાડો થયો છે. ફકત ઉત્તર-પુર્વ ભારતમાં ચોમાસા દરમિયાન થોડી સ્થિરતા જોવા મળી હતી. બીએચયુના વૈજ્ઞાનિકો મનોજ કે. શ્રીવાસ્તવે જણાવ્યું છે કે, પશ્ચિમ કિનારા પર દર વર્ષે સરેરાશ 8.6 કલાકનો સુર્યપ્રકાશ ઘટે છે. ઉત્તરીય મેદાનોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળે છે. દર વર્ષે 13.1 કલાક જ્યારે પુર્વ કિનારો દર વર્ષે 4.9 કલાકનો ઘટાડો, ડેક્કન ઉચ્ચ પ્રદેશ દર વર્ષે 3.1 કલાકનો ઘટાડો, મધ્ય અંતર્દેશી વિસ્તાર દર વર્ષે લગભગ 4.7 કલાકનો ઘટાડો છે તેમ અભ્યાસમાં જણાવાયું છે. ઓકટોબરથી મે દરમિયાન સુર્યપ્રકાશ વધ્યો જયારે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન તીવ્ર ઘટાડો થયો હતો.

વૈજ્ઞાનિકો કહે છે કે, આ સોલરડિમિંગ એરોસોલ કણોને કારણે થાય છે. એરોસોલ એ ફેકટરીના ધુમાડા બળતા બાયોમાસ અને વાહન પ્રદૂષણમાંથી નિકળતા નાના કણો છે. આ કણો વાદળો માટે ‘બીજ’ તરીકે કાર્ય કરે છે. આનાથી નાના વાદળના ટીપા બને છે. જે લાંબા સમય સુધી આકાશમાં લટકતા રહે છે અને વધુ વાદળો ઓછા સુર્ય પ્રકાશમાં પરિણમે છે.
ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સૌર બજારોમાંનું એક છે. જો કે, સુર્યપ્રકાશમાં ઘટાડો થવાથી વીજળીનું ઉત્પાદન ઘટશે. જેના કારણે નવીનીકરણીય માળખાગત સુવિધાઓનું આયોજન મુશ્કેલ બનશે. વૈજ્ઞાનિકો કહે છે કે, જો આ વલણ ચાલુ રહેશે તો ભારતે પ્રદૂષણ નિયંત્રણ અને વાદળ દેખરેખ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ અભ્યાસ દર્શાવે છે કે, વિકાસ પર્યાવરણીય સંતુલનને કેવી રીતે વિક્ષેપિત કરી રહ્યો છે. લાંબા ચોમાસાનું સ્વાગત છે પરંતુ, વધુ વાદળો અને પ્રદૂષણ સુર્યને ઢાંકી રહ્યા છે. ભારત સ્વચ્છ હવા, ઓછા એરોસોલ અને વધુ સારી હવામાન આગાહી પર કામ ઝડપી બનાવવું જોઇએ.


