Saturday, December 6, 2025
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છસુનિલકુમાર મીનાએ રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર તરીકેનો ચાર્જ સંભાળ્યો

સુનિલકુમાર મીનાએ રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર તરીકેનો ચાર્જ સંભાળ્યો

સુનિલ કુમાર મીનાએ રાજકોટ ડિવિઝનના નવા સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેમની નિમણૂક અભિનવ જેફના સ્થાને કરવામાં આવી છે જેમની ભાવનગર ડિવિઝન ના સિનિયર ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર તરીકે બદલી કરવામાં આવી છે. મીના 2010ની બેચના ભારતીય રેલવે ટ્રાફિક સેવાના વરિષ્ઠ અધિકારી છે. તેમણે સૈનિક સ્કૂલ, ચિત્તોડગઢમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું અને મુંબઈની ટીએસ ચાણક્ય કોલેજમાંથી સ્નાતક (બીએસસી-નોટિકલ સાયન્સ) ની ડિગ્રી મેડવી હતી. મીનાએ પશ્ચિમ રેલવેમાં વિવિધ મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે જેમાં આસિસ્ટન્ટ ઓપરેટિંગ મેનેજર-અમદાવાદ, ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર-રતલામ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર રતલામ ડિવિઝન શામેલ છે. તેમણે ઇન્ડિયન રેલવે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટમાંથી લોજિસ્ટિક્સ અને મેનેજમેન્ટની તાલીમ લીધી છે. મીનાને સ્પોર્ટ્સ રમવું પસંદ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular