મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ વેરાવળ અને સાલારપુર વચ્ચે વિશેષ ભાડા પર “સમર સ્પેશિયલ ટ્રેન”ની એક ટ્રીપ ચલાવવાનો નિર્ણય કર્યો છે.
ટ્રેન નંબર 09555 વેરાવળ-સાલારપુર સમર સ્પેશિયલ ટ્રેન વેરાવળથી તા. 30.4.2024ના રોજ 22.20 કલાકે ઉપડશે અને બે દિવસ પછી ગુરુવારે સવારે 10.30 કલાકે સાલારપુર સ્ટેશન પહોંચશે. આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી માત્ર એક દિવસ એટલે કે 30.4.2024ના રોજ દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09556 સાલારપુર-વેરાવળ ‘સમર સ્પેશિયલ ટ્રેન’ તા. 2.5.2024ના રોજ સાલારપુર સ્ટેશનથી 13.30 કલાકે ઉપડશે અને બે દિવસ પછી શનિવારે સવારે 4.20 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન પણ માત્ર એક દિવસ ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, ચાંદલોડિયા (બી), મહેસાણા, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, દૌસા, બાંદિકુઇ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, રૂરા, કાનપુર સેન્ટ્રલ અને લખનૌ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર અને સેક્ધડ ક્લાસ સીટિંગ કોચ સામેલ છે. ટ્રેન નંબર 09555 વેરાવળ-સાલારપુર સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ તા. 30.4.2024ના રોજ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના સંચાલન, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો ૂwww.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.