Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરના રાજવી પરિવારની કરોડોની મિલકત અંગેના રજીસ્ટર્ડ વિલ બોગસ અને રદ્દબાતલ ઠરાવવા...

જામનગરના રાજવી પરિવારની કરોડોની મિલકત અંગેના રજીસ્ટર્ડ વિલ બોગસ અને રદ્દબાતલ ઠરાવવા અંગેનો દાવો મંજૂર

- Advertisement -

સુમેર કલબ 2ોડ ઉપર આવેલ જાડેજા હાઉસવાળી રહેણાંકની જગ્યા, જામનગર શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટર પાછળ આવેલ ખેતીની જમીન, જામનગર નગરસીમ રેલ્વે સાઈડીંગમાં કપાતમાં જતા વધેલ જમીન વિભાપર ગુલાબનગરમાં આવેલ જમીન, જામનગર તાલુકાના મોડા ગામે આવેલ જમીન તથા મકાન તથા ભાવનગર શહેરમાં આવેલ રહેણાંક્વાળી મીલક્ત રાજવી પરીવારના સભ્ય મનહરસિંહ કેશરીસિંહની હતી અને મનહરસિંહ કેશરીસિંહ જાડેજાના બહેનો વિમલાકુમારી કેશરીસિંહજી જાડેજા તથા રમણીકકુમારીબા કેશરીસિંહ જાડેજાનાઓએ તા. 20-3-2001ના અનુક્રમ નં. 2083થી વીલ કરાવી હતી. જેની જાણ થતા મનહરસિંહ કેશરીસિંહ જાડેજા પુત્ર અજયસિંહ મનહરસિંહ જાડેજાએ વિમલાકુમારી કેશરીસિંહ જાડેજા તથા રમણીકકુમારીબા કેશરીસિંહ જાડેજાએ મનહરસિંહ કેશરીસિંહ જાડેજા પાસેથી અનુક્રમ નં. 2083 તા. 20-3-2021 દિવારનું વીલ બોગસ, બનાવટી અને ઉભું કરેલ હોય જે રદબાતલ ઠરાવવા અંગે જામનગરની દિવાની અદાલતમાં રે.દિ.મુ.નં. 147/2011થી દાવો દાખલ કર્યો હતો.

- Advertisement -

જેમાં દિવાની અદાલત દ્વારા અજયસિંહ મનહરસિંહનો દાવો તા. 30-1-2013ના રોજ મંજુર કરેલ અને વિમલાકુમારી કેશરીસિંહ જોગનું કરવામાં આવેલ વીલ રદબાતલ ઠરાવેલ, તેની સામે વિમલાકુમારી કેશરીસિંહજી વિગે2ેનાઓએ રે.દિ.મુ.નં. 147માં થયેલ હુકમનામું રદ કરી અરજી હતી. જે અરજી મંજુર થતા અજયસિંહ મનહરસિંહ જાડેજાએ ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. જેમાં હાઈકોર્ટે રે.દિ.મુ.નં. 147/2011ના કામે કરવામાં આવેલ હુકમ યથાવત રાખેલ અને દિ.પ.અ.નં. 30/2013ના કામે દિવાની અદાલતે કરેલ હુકમ રદ કરી અને વિમલાકુમારી કેશરીસિંહ જાડેજા વિગેરેનાઓને દાવામાં સમન્સ બજેલ છે કે નહીં તે મુદો ડીસાઈટ કરવા હુકમ કરેલ અને ત્યારબાદ આ દાવો જામનગરના મે. પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ એમ.બી. ડાંગેની અદાલતમાં ચાલી જતાં વાદી અજયસિંહ મનહરસિંહ જાડેજાના વકીલ નાથાલાલ પી. ઘાડીયાની રજુઆતો ધ્યાને લઈ વાદીનો દાવો મંજુર કરેલ અને વિમલાકુમારી કેશરીસિંહ જાડેજા વિગેરેનાઓના જોગનું અનુક્રમ નં. 2083 તા. 20-3-2001 કરવામાં આવેલ વીલ બોગસ, બનાવટી અને ઉભું કરેલ હોય તે મતલબનો હુકમ જામનગરની દિવાની અદાલત દ્વારા કરવામાં આવેલ છે. આ કેસમાં વાદી અજયસિંહ મનહસિંહ જાડેજા તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, પરેશ એસ. સભાયા, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, ગજેન્સિંહ જે. ઝાલા તથા નેમીષ જે. ઉમરેટીયા રોકાયેલા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular