ધ્રોલ તાુકાના લતીપર ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતા યુવકે તેની પ્રેમી મિત્ર છોડીને ચાલી જતા મનમાં લાગી આવતા ખેતરમાં ઝાડમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, પંચમહાલ જિલ્લાના અણીયાદના વતની અને ધ્રોલ તાલુકાના હરીપર ગામની સીમમાં આવેલા રમેશભાઈ સોરઠીયાના ખેતરમાં મજૂરી કામ કરતો સુનિલ ગલ્લાભાઈ નાયક (ઉ.વ.23) નામના યુવકની પ્રેમી મિત્ર સુગરીબેન બાલાભાઈ નાયક નામની યુવતી સુનિલને દશેક દિવસ પહેલાં છોડીને ચાલી ગઈ હતી પ્રેમી મિત્ર છોડીને જતી રહેતા યુવક ગુમસુમ રહેતો હતો અને પ્રેમી મિત્રના વિયોગમાં મનમાં લાગી આવતા સોમવારે વહેલીસવારના સમયે ઝાડ સાથે દોરડું બાંધી આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવકને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના માતા સવીતાબેન દ્વારા જાણ કરાતા હેકો કે.ડી.કામરીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.