જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા યુવાનનો વ્યવસાય સરખો ચાલતો ન હોવાથી જિંદગીથી કંટાળીને તેના ઘરે પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ ખડખડનગર વિસ્તારમાં રહેતાં દેવરામભાઈ નારણભાઈ ડાભી (ઉ.વ.30) નામના કડિયાકામની મજૂરી કરતા યુવાનનો વ્યવસાય બરાબર ચાલતો ન હોવાથી મનમાં લાગી આવતા સોમવારે સવારના સમયે તેના ઘરે રૂમમાં પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના ભાઈ બાબુભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.પી. અસારી તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.