લાલપુર તાલુકાના રકકા ગામમાં રહેતી યુવતીના પતિને અન્ય સ્ત્રી સાથે મિત્રતા હોવાથી આ મિત્રતાના કારણે બન્ને વચ્ચે ઝઘડો થયા બાદ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજ્યું હતું. જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં કડિયા કામ કરતા શ્રમિક યુવાનને ઝેરી સાપ કરડી જતાં મોત થયું હતું.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના રકકા ગામમાં રક્કા ગામમાં રહેતી જીજ્ઞાશાબેન રોહિત રાંદલપરા (ઉ.વ.22) નામની યુવતીના પતિ રોહિતને નઝમા નામની યુવતી સાથે મિત્રતા હતી. જેની જાણ પત્નીને કર્યા બાદ પતિએ મિત્ર સાથે સંબંધ કાપી નાખ્યો હતો. દરમિયાન ગત તા.25 ના રોજ સવારના સમયે નઝમા નામની સ્ત્રી મિત્રનો તેના પતિના મોબાઇલમાં ફોન આવતા પત્નિ જીજ્ઞાશાએ વાત કરી હતી. જેથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં આ ઝઘડાનું મનમાં લાગી આવતા યુવતી જીજ્ઞાશાએ તેના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે રોહિતભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે.ડી. મેઘનાથી તથા સ્ટાફે હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામજોધપુર તાલુકાના દલદેવળિયા ગામમાં રહેતાં દિનેશભા દેવજીભાઈ વાલ્વા (ઉ.વ.40) નામના શ્રમિક યુવાન ગત તા.30 ના રોજ બપોરના સમયે સડોદર ગામમાં કડિયા કામ કરતો હતો તે દરમિયાન ઝેરી સાંપ કરડી જતાં બેશુદ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર ખુશાલભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. પરમાર તથા સ્ટાફે આગળની તપાસ હાથ ધરી હતી.