કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા યુવાનને તેની પત્ની સાથે અવાર નવાર બોલાચાલી થતી હતી દરમિયાન કોઇ કારણોસર મનમાં લાગી આવતા મંગળવારે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા પિયુષભાઈ ગોરધનભાઈ મકવાણા નામના 40 વર્ષના લુહાર યુવાન તામસી સ્વભાવના હોય, અવાર-નવાર તેમને પોતાના પત્ની સાથે બોલાચારી થતી હતી. આ બાબતે કોઈ કારણોસર તેને મનમાં લાગી આવતા ગઈકાલે મંગળવારે તેણે પોતાના હાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઉપરોક્ત બનાવ અંગેની જાણ મૃતકના પત્ની રેખાબેન પિયુષભાઈ મકવાણાએ કલ્યાણપુર પોલીસને કરી છે.