દ્વારકા તાલુકાના શિવરાજપુર અને મોજપ ગામ વચ્ચેના રેલ્વે ટ્રેક પરથી પસાર થતી ઓખા-હાવડા ટ્રેન હેઠળ ઝંપલાવી યુવક અને યુવતીએ કોઇ કારણસર આત્મહત્યા કર્યાની જાણ થતાં દ્વારકા પોલીસ અને રેલ્વે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
અરેરાટીજનક બનાવની મળતી વિગત અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર અને મોજપ ગામ વચ્ચેના રેલ્વે ટ્રેક પરથી આજે સવારે પસાર થતી ઓખા-હાવડા ટ્રેન હેઠળ એક યુવક અને યુવતીએ કોઇ કારણસર આત્મહત્યાનો પ્રયાસ કરતા બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.બનાવની જાણ થતાં દ્વારકા પોલીસ અને રેલ્વે પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે સ્થળ પરથી બંનેના મૃતદેહનો કબજો સંભાળી મૃતકોની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અરેરાટી : શિવરાજપુર પાસે યુવક-યુવતીની સજોડે આત્મહત્યા
ઓખા-હાવડા ટ્રેન હેઠળ ઝંપલાવ્યું : પોલીસ દ્વારા કાર્યવાહી