જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રોયલ પુષ્પ પાર્કમાં રહેતાં લોહાણા વેપારી તેના મકાનની અગાસી ઉપર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગરના ખોડિયાર કોલોનીમાં આવેલાં રોયલ પુષ્પ પાર્ક સોસાયટીમાં રહેતાં અને વેપાર કરતાં સચીન હરસુખભાઇ સેદાણી (ઉ.વ.37) નામના યુવાને મંગળવારે મધ્યરાત્રીના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીના સમય દરમ્યાન કોઇ કારણસર તેના ભાડાના મકાનની અગાસી પર જવાની સીડીના પાઇપ સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવાનને બેશુધ્ધ હાલતમાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકની પત્ની કોમલબેન દ્વારા જાણ કરાતાં હેકો.એચ.એ.પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.