Sunday, December 22, 2024
Homeરાજ્યજામજોધપુરના સર્કીટ હાઉસમાં તલાટી કમ મંત્રીનો આપઘાત

જામજોધપુરના સર્કીટ હાઉસમાં તલાટી કમ મંત્રીનો આપઘાત

- Advertisement -

જામનગર જિલ્લાના જામજોધપુરમાં તલાટી- કમ- મંત્રી તરીકે ફરજ બજાવતા એક કર્મચારીએ જામજોધપુરના સર્કિટ હાઉસમાં આજે બપોરે કોઈ અકળ કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામજોધપુરમાં સર્કિટ હાઉસમાં રહેતા અને તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ભાવેશભાઇ પ્રજાપતિ (ઉ.વ. 33) નામના તલાટીએ આજે બપોરે જામજોધપુરના સર્કિટ હાઉસમાં કોઈ અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ચકચાર જાગી છે. આ અંગે પરેશભાઈ હરસિંગાભાઈ પારેગી દ્વારા પોલીસને જાણ કરાતાં હે.કો. ડી.બી.લાઠીયાસહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને તલાટીના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular