Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર તાલુકાના દરેડ ગામમાં પરપ્રાંતિય યુવકની આત્મહત્યા

જામનગર તાલુકાના દરેડ ગામમાં પરપ્રાંતિય યુવકની આત્મહત્યા

ઉત્તર પ્રદેશના વતની યુવકે ગળેફાંસો ખાઇ જિંદગી ટુંકાવી : 108 ની ટીમે મૃત જાહેર કર્યો : પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ગામમાં મુખ્ય બજાર પાસે રહેતો અને ઉત્તર પ્રદેશનો વતની યુવકે તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા 108 ની ટીમે યુવકનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં મુખ્ય બજારમાં બેંક ઓફ બરોડાવાળી શેરીમાં ખોલી નંબર 24 માં રહેતાં ઉત્તર પ્રદેશના આદમગઢ જિલ્લાના સગડી તાલુકાના નૌબારાર ત્રિપુરાપુર ખોસલાના વતની પરવિંદ સુગ્રીવભાઈ ચમાર (ઉ.વ.23) નામના પરપ્રાંતિય યુવકે બુધવારે બપોરના સમયે તેના રૂમમાં અગમ્યકારણોસર છતના હુકમાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં મનસુખભાઈ ચાંગાણી દ્વારા જાણ કરાતા 108 એમ્બ્યુલન્સની ટીમે સ્થળ પર પહોંચી તપાસતા પરવિંદનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. જેના આધારે એએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular