જામનગર જિલ્લાના કાનાચીકારી ગામની સીમમાં આવેલી બાવળની ઝાડીઓમાં લાશ હોવાની જાણના આધારે 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં યુવતીનો મૃતદેહ સાપડતા પોલીસમાં જાણ કરી હતી. પ્રાથમિક તારણમાં ઓળખ મેળવતા મૃતદેહ મામતાબેન જેઠાભાઇ ચાંગડ (ઉ.વર્ષ 18)નો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.