જોડિયા તાલુકાના જીરાગઢ ગામની સીમના વાડી વિસ્તારમાં રહેતી યુવતીએ સંતાન ન થવાથી ચિંતામાં ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના જીરાગઢ ગામની સીમમાં આવેલી બેચરભાઇની વાડીમાં ખેતમજૂરી કામ કરતી મનિષાબેન વિક્રમ ડાંગી (ઉ.વ.19) નામની યુવતી બે વખત ગર્ભવતી થયા બાદ સંતાન ન રહેતા ચિંતામાં રહેતી હતી અને માથાનો દુ:ખાવો પણ થતો હતો દરમિયાન યુવતીએ ગત તા.2 ના સાંજના સમયે તેના ઘરે ઝેરી દવા પી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મંગળવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોઓે જાહેર કર્યુ હતું. આ અંગેની વિક્રમભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.