કાલાવડ તાલુુકાના બામણ ગામમાં રહેતી યુવતીએ તેણીના ઘરે અકળ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટની સરકારી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતાં બાબુભાઈ મકવાણા નામના આધેડની પુત્રી કિંજલબેન (ઉ.વ.21) નામની યુવતીએ ગુરૂવાર સાંજના સમયે તેના ઘરે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા યુવતીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો આર.કે. ઝાલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
કાલાવડ તાલુકાના બામણ ગામની યુવતીનો દવા પી આપઘાત
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ : પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ