જામનગર તાલુકાના મોટી બાણુગર ગામે એક યુવાને ગળેફાંસો ખાઇ જીંદગી ટુંકાવી હતી. આ પ્રકરણમાં પોલીસ દ્વારા મૃતકના પિતાની ફરિયાદના આધારે મૃતકને ઝાંપટ મારી અપમાનીત કરી આપઘાતની દુષ્પ્રેરણા આપવા અંગે એક શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના મોટી બાણુગર ગામે રહેતાં સાવન નરેશભાઇ પારિયા (ઉ.વ.22) નામના યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જેમાં મૃતકે તેની માતાને લખેલી સ્યુસાઇડ નોટમાં એક શખ્સ દ્વારા તેને સામાન્ય અકસ્માત બાબતે ઝાંપટો મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા નરેશભાઇ પારિયા દ્વારા મોટી બાણુગર ગામના પ્રભુલાલ જુઠ્ઠાભાઇ ભેંસદડિયા નામના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે પ્રભુલાલ ભેંસદડિયા સામે મૃતક યુવાનને ઝાપટ મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી આપઘાત માટે મજબુર કરવા અંગે ગુનો નોંધી નાયબ પોલીસ અધિક્ષક કે.આઇ.દેસાઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.