Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરજામનગરના બેડેશ્ર્વરમાં યુવાનનો ઝેરી દવા પી આપઘાત

જામનગરના બેડેશ્ર્વરમાં યુવાનનો ઝેરી દવા પી આપઘાત

રીક્ષા ચલાવતા યુવાને અગમ્યકારણોસર જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા આપઘાતનું કારણ જાણવા તપાસ : ખીમરાણામાં વીજશોકથી વૃધ્ધનું મોત : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના બેડેશ્ર્વર વિસ્તારમાં વૈશાલીનગરમાં રહેતાં યુવાને કોઇ કારણસર તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા અહીંની જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતાં વૃદ્ધ તેના ઘરે પાણીની મોટરમાં છેડા દેતા હતાં ત્યારે અચાનક વીજશોક લાગતા બેશુધ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના બેડેશ્ર્વરમાં આવેલા વૈશાલીનગર શેરી નં.2 માં ઘર નં.25 માં રહેતાં અને રીક્ષા ચલાવતા અશ્ર્વિન ચેતનભાઈ બોખાણી (ઉ.વ.42) નામના યુવાને રવિવારે સવારના સમયે તેના ઘરે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં બેશુદ્ધ હાલતમાં સારવાર માટે  અહીંની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સોમવારે રાત્રિના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ નિલેશ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતા કિરીટસિંહ લધુભા જાડેજા (ઉ.વ.62) નામના વૃધ્ધ તેના ઘરે ફળિયામાં પાણીની મોટરમાં ઈલેકટ્રીક છેડા દેતા હતાં તે દરમિયાન રવિવારે સાંજના સમયે વીજશોક લાગતા બેશુદ્ધ થઈ ગયા હતાં. ત્યારબાદ વૃદ્ધને બેશુધ્ધ હાલતમાં જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ મજબુતસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હેકો ડી.એલ. કંચવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular