કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતો દિનેશભાઈ રણમલભાઈ જમોડ (ઉ.વ.30) નામનો યુવાન કોઈ કામ ધંધો કરતો ન હોય અને તેને દારૂ પીવાની ટેવ હોવાથી તેના નાના ભાઈ ભાવેશ રણમલભાઈ જમોડ એ દિનેશભાઈને કામધંધે જવાનું કહેતા તેણે તેના રહેણાંક મકાનમાં આવેલા હિંડોળાના લોખંડના કળામાં સુતરની દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે ભાવેશભાઈ જમોડએ કલ્યાણપુર પોલીસને જાણ કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.