જામનગરના માધાપર ભુંગા બાવાફળીમાં રહેતાં મહિલાએ તેણીના ઘરે કોઇ કારણસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના બેડી વિસ્તારમાં આવેલા માધાપર ભુંગા બાવાફળીમાં રહેતાં અને મજૂરીકામ કરતા રહીમશાહ ફકીર નામના મુસ્લિમ યુવાનની પત્ની હમીદાબેન રહીમશાહ ફકીર (ઉ.વ.36) નામની મહિલાએ શુક્રવારે વહેલીસવારના અરસામાં તેના ઘરે કોઇ કારણસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલાને બેશુધ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ રહીમશાહ દ્વારા જાણ કરાતા એએસઆઈ એફ.જી.દલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.