જામનગર ખિજડીયા બાયપાસ પાસે આવેલી જય માતાજી હોટલમાં વેઇટર તરીકે ફરજ બજાવતાં નેપાળી યુવકે બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર નજીક ખિજડીયા બાયપાસ પાસે આવેલી જય માતાજી હોટલમાં વેઇટર તરીકે ફરજ બજાવતાં નબિન હરિભાઇ પરીયાર (ઉ.વ.20) નામના યુવકે ગત તા. 10ના રોજ સાંજના સમયે હોટલના બાથરૂમમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના ભાઇ નરેન્દ્ર દ્વારા જાણ કરાતાં હેકો એચ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.