જામનગરના નાઘેડી ગામમાં રહેતા યુવકે માનસિક બિમારીથી કંટાળી સસોઇ ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગરના નાઘેડી ગામમાં રહેતા નિલેશભાઇ ભાયાભાઇ ચાવડા (ઉ.વ.26) નામના યુવકને છેલ્લા ચારેક વર્ષથી માનસિક બિમારી હોય તેનાથી કંટાળી ગઇકાલે તા.28ના પોતાના ઘરના સભ્યને મારે જીવવું નથી, હું આ માનસિક બિમારીથી કંટાળી ગયો છું તેમ કહી પોતાના ઘરેથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ પોતાના શરીરે પથ્થર બાંધી સસોઇ ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ અંગે ભાયાભાઇ ચાવડા દ્વારા જાણ કરાતા લાલપુરના હે.કો. ટી.બી. જાડેજા સહિતના સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.