Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરપતિએ અજાણી વ્યક્તિ સાથે ફોનમાં વાત કરવાની ના પાડતા પત્નીનો આપઘાત

પતિએ અજાણી વ્યક્તિ સાથે ફોનમાં વાત કરવાની ના પાડતા પત્નીનો આપઘાત

ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

જામનગર શહેરના સત્યમ કોલોની નજીક રહેતી યુવતીને તેના પતિએ ફોનમાં અજાણી વ્યકિત સાથે વાત કરવાની ના પાડતા તેનું મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સત્યમ કોલોની ઓશવાળ-4 શેરી નં.3 બ્લોક નં.51/6 માં રહેતાં સુનિતાબેન સંદિપભાઇ મેઢીયા (ઉ.વ.26) ને બે-ત્રણ દિવસ અગાઉ તેના પતિએ અજાણી વ્યક્તિ સાથે ફોનમાં વાત કરવાની ના પાડતા આ બાબતનું મનમાં લાગી આવતા ગઈકાલે રાત્રિના સમયે પોતાના ઘરે રૂમમાં એકલા હતાં ત્યારે લોખંડના હુક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે સંદિપ મેઢીયા દ્વારા જાણ કરાતા હેકો એમ.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular