લાલપુર તાલુકાના પીપરટોડા ગામે તરુણીએ માતા-પિતા અને મામાના ઠપકાનું મનમાં લાગી આવતાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામે મામાના ઘરે વેકેશન કરવા આવેલ જેનિશાબેન પંકજભાઇ અભંગી (ઉ.વ.13) નામની તરુણીને તેના માતા-પિતા તથા મામા દ્વારા કામકાજ શિખવા બાબતે ઠપકો આપ્યો હતો. તેમજ આખો દિવસ તથા મોડીરાત્રી સુધી મોબાઇલમાં તથા ટીવીમાં જોવા બાબતે ઠપકો આપતાં મરણજનાર ઝિદ્ી સ્વભાવની હોય, તેનું મનમાં લાગી આવતાં તા. 27ના રોજ લાલપુરમાં પીપરટોડા ગામે પટેલ સમાજની વાડી પાસે મહેશભાઇ રાબડીયાના ઘરે શનિવારે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું.
આ અંગે મૃતકના માતા ઉર્મિલાબેન દ્વારા પોલીસને જાણ કરાતાં લાલપુરના એએસઆઇ કે.કે. ચાવડા તથા સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.