કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં રહેતા પટેલ પ્રૌઢે આર્થિક સંકળામણથી કંટાળીને દવા ગટગટાવી આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં રહેતાં અને ખેતી કરતા હસમુખભાઈ પ્રાગજીભાઇ વેકરીયા (ઉ.વ.50) નામના પ્રૌઢ ખેડૂતે આર્થિક સંકળામણથી કંટાળીને સ્મશાને જઈ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ભરતકુમાર દ્વારા જાણ કરાતા હેકો એન.કે. છૈયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.