જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં પ્રૌઢે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં જકાતનાકા નજીક આવેલા સોમનગર શેરી નં.4 માં રહેતાં ભીખુભા રેણાજી સોઢા (ઉ.વ.55) નામના પ્રૌઢને રવિવારના રાત્રિના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્ર વિરેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઇ ડી.જે. જોશી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી પ્રૌઢે કયા કારણોસર આત્મહત્યા કરી ? તે અંગેની તપાસ આરંભી હતી.