જામનગર શહેરમાં વાલ્કેશ્વરી વિસ્તારમાં મહાદેવના મંદિર પાસે યુવાન દ્વારા વૃક્ષ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરાતા આ અંગે રાહદારીઓ જોઇ જતા તેણે બચાવી 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાં મહાદેવ મંદિર પાસે રાત્રિના સમયે એક યુવક વૃક્ષ પર દોરી બાંધી ગળેફાંસો ખાઈ ખાઈ આપઘાતનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન અહીંથી પસાર થતા રાહદારીઓની યુવાન પર નજર પડતા યુવાનને બચાવી લેવાયો હતો અને આ અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા યુવકને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.