જામનગર તાલુકાના દરેડ ગામમાં રાંદલ માતાજીના મંદિર પાસે રહેતા યુવાનને નશો કરવાની ટેવ હોય અને તેના મોટાભાઈએ નશો કરવાની ના પાડતા ઠપકાનું મનમાં લાગી આવતા મંગળવારે બપોરના સમયે યુવાને તેના ઘરે સાડી જેવા કપડાંથી ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલા રાંદલ માતાજીના મંદિર નજીક રહેતા જલારામભાઈ તુલસીભાઈ કાપડી (ઉ.વ.40) નામના યુવાનને નશો કરવાની કૂટેવ હતી. આ કુટેવના કારણે તેના મોટાભાઈએ નશો કરવાની ના પાડતા મનમાં લાગી આવતા જલારામએ મંગળવારે બપોરના સમયે તેના રૂમના મકાનની આડીમાં સાડી જેવા કપડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની દિપકભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. ડાંગર તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.