Monday, December 23, 2024
Homeવિડિઓઅચાનક જ સેંકડો પક્ષીઓ આકાશ માંથી નીચે પડ્યા, જુઓ VIDEO

અચાનક જ સેંકડો પક્ષીઓ આકાશ માંથી નીચે પડ્યા, જુઓ VIDEO

- Advertisement -

થોડા દિવસથી મેક્સિકોનો એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં આકાશમાં ઉડતી વખતે હજારો પક્ષીઓ અચાનક જ નીચે પડે છે અને તેના મૃત્યુ થયા છે. આ ઘટના કેમેરામાં કેદ થઇ છે. મેક્સિકોના અખબારો અનુસાર 7 ફેબ્રુઆરી, 2022ના રોજની આ ઘટના છે. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે તેમને 100 થી વધુ મૃત પક્ષીઓના શબ મળી આવ્યા છે. અને કેટલાક પક્ષીઓ જમીન પર પટકાયા બાદ ફરી આકાશમાં ઉડવા લાગ્યા હતા.

- Advertisement -

સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક આમાં 5G ટેક્નોલોજીને દોષી ઠેરવી રહ્યા છે, જ્યારે કેટલાક પશુચિકિત્સકોનું માનવું છે કે આ ઘટના માટે હવાનું પ્રદૂષણ જવાબદાર છે. તે જ સમયે, કેટલાક પક્ષીવિદોનું માનવું છે કે આ પક્ષીઓની પાછળ હિંસક પક્ષીઓનું મોટું ટોળું હોવું જોઈએ, જેનાથી બચવા માટે આ પક્ષીઓ ઉડ્યા હતા અને નીચે પટકાયા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular