જામનગરની જી.જી. હોસ્પિટલના સ્કિન વિભાગે તાજેતરમાં એક અત્યંત ગંભીર અને જીવલેણ ચામડી રોગનો સફળ ઈલાજ કરીને તબીબી ક્ષેત્રે મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
સ્કીન વિભાગ માં કોસ્મેટિક બીમારી સિવાય પણ ઘણા જીવલેણ સાબિત થઈ શકે એવા રોગો થી પીડાતા દર્દીઓ પણ આવતા હોઈ છે જેમ કે પેમ્ફિગસ વલ્ગેરિસ (pemphigus vulgaris), એરીથ્રોડરમાં (erythroderma), ડ્રગ રિએક્શન (drug reaction) ના લીધે ઇમર્જન્સિ સર્જાય શકે છે.
View this post on Instagram
પોરબંદરની 20 વર્ષની એક યુવતી સ્ટીવન જ્હોનસન સિન્ડ્રોમથી (SJS) પીડાતી સ્થિતિમાં દાખલ થઈ હતી જે ગંભીર ટોક્સિક એપિડર્મલ નેક્રોલાયસિસ (Toxic Epidermal Necrolysis-TEN) નામની બીમારીમાં રૂપાંતરિત થઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ દુર્લભ પરંતુ જીવલેણ સ્થિતિનું કારણ કાર્બામાઝેપીને નામની દવા હતી , જે ઘણી વખત ગંભીર એલર્જીક પ્રતિક્રિયા રૂપે ચામડી ઉપર ખૂબજ ગંભીર અસર દર્શાવી શકે છે.
ટોક્સિક એપિડર્મલ નેક્રોલાયસિસ (TEN)માં ત્વચાનું ઉપરનું સ્તર (Epidermis) છૂટુ પડી જાય છે અને ગંભીર દાઝવા જેવી સ્થિતિ સર્જાઈ જાય છે. ત્વચાનું રક્ષાત્મક આવરણ દૂર થવા થી અનેક જીવલેણ પરિસ્થિતિ ઊભી થાય છે, જેમ સૌથી ગંભીર પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ , જેનાથી ડિહાઇડ્રેશન થાય છે, અને સેપ્ટિસેમિયા એટલે કે લોહીનું જેરી ચેપ થાઇ છે , જે મૃત્યુ નું સામાન્ય કારણ છે. આ ઉપરાંત મોં, ગળું, આંખો અને શ્વાસનળી ના મ્યુકસમેમ્બ્રેમાં ફોડલા થવાથી શ્વાસ લેવામાં તકલીફ અને આંખની દ્રષ્ટિ પર કાયમી અસર આવી શકે છે.
જામનગર ની જી.જી. હોસ્પિટલના સ્કિન વિભાગનાના પ્રોફેસર અને વડા ડો. દેવલ એન. વોરા મેડમ અને તેમની ટીમ દ્વારા યુવતીની તરત જ આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે સારવાર ચાલુ કરવામાં આવી હતી. દર્દી ને સહાયક પ્રોફેસર ડો.કાજોમી શિંગાળા , સીનિયર રેસિડેન્ટસ અને જુનિયર રેસિડેન્ટસ ડોક્ટરોએ દિવસ રાત મહેનત કરી ને હાઇ ડોસ IVIG(ઇન્ટ્રાવિનસ ઇમ્યુનોગ્લોબુમિન), કેપ્સ્યુલ સાયક્લોસ્પોરિન, હાયર એન્ટીબાયોટિક્સ જેવી મોંઘી દવાઓ સહિત અન્ય સહાયક દવાઓ, પ્રવાહી ઉપચાર, રેગ્યુલર ડ્રેસિંગ અને ડો. દેવલ એન. વોરા મેડમના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સારવાર આપવામાં આવી.
લગભગ 20 દિવસની સતત અને સંયુક્ત સારવાર બાદ દર્દીની સ્થિતિમાં સુધારો નોંધાયો અને હાલ તે હોસ્પિટલ થી રજા મળતા કોઈપણ ગંભીર જટિલતા વગર સામાન્ય જીવન તરફ પાછી ફરે છે.
આ સફળ સારવાર માટે હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટ સર અને ડીન મેમના સહયોગ દ્વારા તાત્કાલિક IVIG ઉપલબ્ધ કરાવી આપવામાં આવ્યા હતા. જેના થી આ સારવાર સફળ થઈ હતી. ઉપરાંત આ ઘટના થી તબીબોની કુશળતા અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ મળી રહ્યું છે. સાથે જ, આ ઘટના દવાઓ નું યોગ્ય માર્ગદર્શન વગર સેવન ન કરવા અને કોઈપણ અસામાન્ય લક્ષણો દેખાય તો તબીબી સલાહ લેવાની મહત્વતા પર પ્રકાશ પડે છે.


