પારૂલ આહિર-જામનગર
જામનગરની ગુરુ ગોબિંદસિંગ હોસ્પિટલનું સર્જરી ડીપાર્ટમેન્ટએ સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી મોટું છે. ભાગ્યે જ જોવા મળતી બીમારીઓ ધરાવતા અને અકસ્માતના ગંભીર કેસોમાં સફળ સર્જરીઓ કરી મેડીકલ ક્ષેત્રે નોંધપાત્ર ભાગ ભજવવામાં ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલનું નામ સામેલ છે.તાજેતરમાં જામનગરની ગુરૂ ગોબિંદસિંઘ હોસ્પિટલના સર્જરી વિભાગના ડોકટરો દ્રારા માનસિક અસ્થિર મહિલાના પેટમાંથી 1.5 કિલો વાળની ગાંઠ કાઢી સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.
આ જટીલ સર્જરીની વિગત મુજબ, સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં આવેલ સર્જરી ડીપાર્ટમેન્ટએ સૌરાષ્ટ્રનું સૌથી મોટો સર્જરી વિભાગ છે. જેમાં 8 યુનિટ આવેલ છે. તાજેતરમાં જ હોસ્પિટલમાં ભાગ્યે જ જોવા મળતો કેસ સામે આવ્યો હતો. જામનગર શહેરમાં રહેતી એક માનસિક બીમાર મહિલાને અંદાજે છેલ્લા 7 વર્ષથી માથામાંથી વાળ કાઢીને ખાવાની ટેવ હતી. જેના પરિણામે ધીમે ધીમે તેણીના પેટમાં વાળનો જથ્થો એકઠો થતો ગયો પરિણામે તેણીને સ્વાસ્થ્ય સંબંધી અન્ય તકલીફો થવા લાગી હતી.
મહિલાને સ્વાસ્થ્ય સબંધી તકલીફો થતાં સારવાર અર્થે ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા તમામ ટેસ્ટ કરાવવામાં આવ્યા તો ખબર પડી કે આ મહિલાના પેટમાં વાળનો મોટા પ્રમાણમાં જથ્થો એકઠો થઇ ગયો છે. અને ઓપરેશન કરવું પડશે. ત્યાર બાદ યુનિટ-7માં ડો.એ.એલ.પાઠક અને ડો.પંકજ ચાવડા દ્વારા સર્જરી વિભાગના વડા ડો.સુધીર મહેતાના માર્ગદર્શન હેઠળ માનસિક રીતે બીમાર મહિલાના પેટમાંથી આખી હોજરીના કદની 1થી 1.5 કિલોની વાળની ગાંઠ (TRICHOBEZOAR) નું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. ડોક્ટરના જણાવ્યા મુજબ અમુક કિસ્સાઓમાં જ આવા કેસ સામે આવતા હોય છે. જામનગરની ગુરુ ગોબિંદસિંગ હોસ્પિટલના ડોકટરોએ વધુ એક સફળ સર્જરી કરીને સિદ્ધિ મેળવી છે.
વસ્તી દ્રષ્ટિએ વિશ્ર્વમાં બીજા નંબરે રહેલા ભારત દેશની 140 કરોડ જેટલી અંદાજે વસ્તી છે. જેમાં અનેક પ્રકારના લોકો જોવા મળે છે તેમજ આ અલગ લોકોને અમુક કુટેવો હોય છે. જેમાં કોઇને પ્લાસ્ટિક ખાવાની, કોઇને ધુળ ખાવાની, કોઇને ભૂતિયા ખાવાની તો કોઇને માટી ખાવાની ટેવ હોય છે. આવી કુટેવો તો અસંખ્ય જોવા મળે છે. પરંતુ જામનગરમાં એક માનસિક બીમાર મહિલાને વાળ ખાવાની કૂટેવ હતી અને આ કૂટેવ છેલ્લાં સાત વર્ષથી રહી હતી અને આ સાત વર્ષ દરમિયાન માનસિક બીમાર મહિલાએ અસંખ્ય ખાધા હતાં. જો કે આ વાળ ખાવાની કૂટેવને લીધે તેને થોડાં સમય પહેલાં તકલીફ પડવાથી તબીબ પાસે સારવાર માટે લઇ ગયા હતાં. જ્યાંથી મહિલાને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તમામ પરિક્ષણ કરવામાં આવ્યાં હતાં અનેક રિપોર્ટ કરાવવામાં આવ્યાં હતાં. આ રિપોર્ટ ચકાસણી કરતા જી. જી. હોસ્પિટલના તબીબો પણ ચોંકી ઉઠયા હતાં કેમ કે આ મહિલાના પેટમાં તેણે ખાધેલા વાળને કારણે મોટી ગાંઠ થઈ ગઈ હતી. આ વિચિત્ર કૂટેવ ધરાવતી મહિલાની પેટમાં રહેલી વાળની ગાંઠ માટે શસ્ત્રક્રિયા માટે જી.જી.હોસ્પિટલના તબીબોએ ભારે જહેમત ઉઠાવી આ શસ્ત્રક્રિયાને સફળ પાર પાડી હતી. જે જામનગર અને સૌરાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ બાબત છે.