- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નાલસાના એક્શન પ્લાન મુજબ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ રવિવાર તા. 26 ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફોજદારી સમાધાન પાત્ર કેસ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ 138 મુજબના કેસ, બેંક રિકવરી દાવા, એમ.એ.સી.પી. ના કેસ, ઈલેક્ટ્રીસિટીને લગતા કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલના કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ વિગેરેના કોર્ટમાં પેન્ડીંગ તથા પ્રી-લીટીગેશન કેસો મળી, એક જ દિવસમાં કુલ 1852 કેસો જેમાં દાવાની રકમ રૂ. 2,36,50,305 નો લોક અદાલતના માધ્યમ દ્વારા એક જ દિવસમાં નિકાલ કરવામાં આવ્યો હતો. કુલ પેન્ડિંગ કેસોના 19 ટકા કેસ એક જ દિવસમાં પૂરા કરવામાં આવ્યા હતા.
આમ, લોક અદાલતના માધ્યમથી આ કેસમાં સમાધાન કરાવવાથી લોકોને આર્થિક લાભ સાથે સમયની પણ બચત થાય છે.
- Advertisement -