રાજ્યના સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગી-શ્રમિકોને યાતાયાત માટે ટુ વ્હિલર ઇ-વ્હીક્લની ગો- ગ્રીન યોજનાનું સોમવારે રાજ્યના મુખ્યપ્રધાને લોંચિંગ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે જ્યારે ક્લાયમેટ ચેન્જ વિષય વિશે લોકા ઓછું જાણતા હતા ત્યારે નરેન્દ્ર મોદીએ પર્યાવરણની વિશેષ ચિંતા કરીને ગુજરાતમાં ક્લાયમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કર્યો હતો.
આ યોજના અંતર્ગત સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને વાહનની કિંમતના 30 ટકાઅથવા રૂ.30 હજારની મર્યાદામાં સબસીડીચૂક્વવામાં આવશે જ્યારે બાંધકામ ક્ષેત્રનાશ્રમયોગીને વાહનની કિંમતના 50 ટકા અથવા રૂ. 30 હજારની મર્યાદામાં સબસીડી આપવાની જોગવાઈ ગો-ગ્રીન યોજનામાં જાહેર કરવામાં આવી છે.
ઉપરાંત આ યોજના હેઠળ વાહનના આરટીઓ રજિસ્ટ્રેશન ટેક્સ તથા રોડ ટેક્સ ઉપર વન-ટાઇમ સબસીડી પણ આપવામાં આવશે. ગો-ગ્રીન યોજનાના અસરકારક અમલીકરણ માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા મોબાઇલ એપ્લિકેશન અને અત્યાધુનિક પોર્ટલ www.gogreenglwb.gujrat.gov.in પણ શરૂ કરવામાં આવ્યું છે.
શ્રમ રોજગાર વિભાગ આયોજિત આ ક્રાર્યક્રમમાં નવનિયુક્ત 1300 જેટલા સુપરવાઇઝર્સ-ઇન્સ્ટ્રકટર્સને નિમણૂક પત્રોમુખ્યપ્રધાનના હસ્તે અર્પણ કરવામા આવ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સેવામાં જોડાઈ રહેલા આ નવનિયુક્ત સુપરવાઇઝર-ઇન્સ્ટ્રક્ટર્સનેઅભિનદન પાઠવતા કહ્યું કે, રાજ્યમાં મહત્તમ લોકોને રોજગારી મળે તેવો સરકારનું ધ્યેય છે.