કોરોનાના વધતાં સંક્રમણને ધ્યાને લઇ ગુજરાતની સરકારી તથા ખાનગી શાળા-કોલેજ હોસ્પિટલમાં ફેરવવા અને ખાનગી ડોકટરોની સેવા લઇ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના પ્રદેશ મહામંત્રી જીગરભાઇ રાવલ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોના મહામારી વક્રી રાહી છે સાથે સ્થિતિ બહુજ ગંભીર બની રહી છે સંક્રમણ મોટી સંખ્યામાં ફેલાય રહ્યું છે સાથે મોતના આંકડા વધી રહ્યાં છે હોસ્પિટલોમાં બેડ પણ ખૂટતા જાય છે, ઓક્સિજન સાથે અન્ય સુવિધાઓ પૂરી કરવી જોઈએ ગુજરાતના શહેર તથા જિલ્લામાં આવેલ તમામ સરકારી તથા ખાનગી શાળા કોલેજને હોસ્પિટલમાં ફેરવવામાં આવે અને તમામ જરૂરી સુવિધાઓ ઉભી કરી સાથે જ ત્યાં ખાનગી ડોક્ટરોની સેવા લેવામાં આવે તો મહામારીને કાબૂમાં લેવા સફળ થઇ શકાય. કોરોના મહામારીની બીજી લહેર ગંભીર રીતે લોકોના સ્વાસ્થ્યને નુકશાન કરી રહી છે આગળ પણ કેટલી ગંભીર સ્થિતિ સર્જાય તે અંદાજોના લગાવી શકાય હાઈકોર્ટે પણ ‘મેડિકલ ઈરજન્સી’ ને ધ્યાને લઈ સરકાર અને તંત્ર ને કપરા સંજોગ માંથી લોકોને બચાવવાંતાકીદે પગલાં ભરવા જણાવેલ છે સંજોગ અને પરિસ્થિતને જોતા મેડિકલ ઈમરજન્સી જાહેર કરવામાં આવે તથા ખાનગી ડોક્ટરોને સેવા અને મદદમાં લેવામાં આવે.
ચૂંટણી સમયે પણ સરકારી તથા ખાનગી શાળા કોલેજ નો ઉપયોગ કરીએ છીએ ઉપરાંત હાલ તો શૈક્ષણિક કાર્ય પણ બંધ છે જો આ મુજબ વ્યવસ્થા કરવામાં આવે લોકોને રાહત મળે સાથે સ્થાનિક જીલ્લા કે શહેરથી દર્દીઓ જીવ બચવવા માટે ભાગ દોડના કરે. જ્યાં બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન, વેન્ટિલેટર અને અન્ય સુવિધાઓ પૂરી પાડવા આ પત્રમાં માંગણી કરવામાં આવી છે.