તાજેતરમાં ધી ગુજરાત સ્ટેટ કો. ઓ. હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશન લી. ના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચુંટણી ચૂંટણી યોજવામાં આવી હતી.જેમાં જામનગર જીલ્લાના ઉમેદવાર તરીકે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને કોર્પોરેટર સુભાષભાઈ જોશી સતત ત્રીજી વખતબિનહરીફ ચૂંટાયા છે. જેને જામનગરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ તથા રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સાંસદ પુનમબેન માડમ અને ભાજપ જામનગર અધ્યક્ષ ડૉ.વિમલ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈભાઈ ભાટુ, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપનભાઈ પરમાર, સ્ટે.કમિટીના ચેરેમેન મનીષભાઈ કટારીયા, સાશકપક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોસરાણીએ અભિનંદન પાઠવ્યા છે.